Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

બપોરે ૨:૩૦ વાગ્યે

સૌરાષ્ટ્રના ૭ તાલુકામાં હળવા - ભારે ઝાપટા : સર્વત્ર ગોરંભાયેલું વાતાવરણ યથાવત : કચ્છમાં વાદળછાયુ વાતાવરણ

રાજકોટ તા.૧ સૌરાષ્ટ્રના નવ તાલુકામાં હળવા - ભારે ઝાપટા   વરસ્યા છે આ વાતાવરણ વચ્ચે સર્વત્ર ગોરંભાયેલું વાતાવરણ યથાવત છે.

       આજે સવારથી બપોરના બે વાગ્યા સુધીમાં અમરેલી ઉમરાળા , ઘોઘા , પાલીતાણા , મહુવા , વલભીપુર , વિસાવદરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે કચ્છમાં  વાદળછાયુ વાતાવરણ યથાવત છે.

 

(2:44 pm IST)