Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ભાવનગરમાં કોરોનાના આજે 2 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 8 થઈ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ હવે રોજિંદા બની ગયા છે આજે પણ જિલ્લામાં બે કેસ નોંધાયા છે આજે શહેરમાં એક અને ગ્રામ્યમાં એક મળી કુલ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે ભાવનગરની હોસ્પિટલમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા વધીને 8 એ પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા  પોઝિટિવ કેસનો કુલ આંક 21476 થયો છે. જે પૈકી હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 21170 ડિસ્ચાર્જ થયા છે. અને 298 ના મોત નિપજ્યા છે.

(8:33 pm IST)