Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જામનગરના એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે 150 થી 200 જેટલા જુનિયર તબીબો પ્રતિક હડતાલ :કેન્ડલ માર્ચ સાથે વિરોધ વ્યક્ત કર્યો

જુદા જુદા પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ ને લઈને તબીબોએ સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યું

જામનગરના એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે જુનિયર તબીબોએ પોતાની NEET અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને 150 થી 200 જેટલા જુનિયર તબીબો પ્રતિક હડતાલ બાદ કેન્ડલ માર્ચ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે  જુદા જુદા પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ ને લઈને તબીબોએ સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો આવનારા સમયમાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(10:33 pm IST)