Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ.

ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના કાર્યાલય ખાતે યજ્ઞનું આયોજન

 મોરબીમાં કોંગ્રેસ દ્વારા બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ શાંતિ યજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના દિવ્ય આત્માના શાંતિ અર્થે મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના મધ્યસ્થ કાર્યલય ખાતે તા. 30-11-2022 ને બુધવાર ના રોજ સવારે 10:00 વાગ્યે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તમામ મોરબીવાસીઓ પુલ દુર્ઘટનાના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શાંતી હવનમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(12:34 am IST)