Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કોંગ્રેસના જમાનામાં ટુ-જીના ગોટાળા થયા'તા : નરેન્‍દ્રભાઇ મોદી

જામનગરમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાન : હજારો લોકોએ નરેન્‍દ્રભાઇનું અભિવાદન કર્યુ

જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ચુંટણી સભામાં લોકો ઉમટી પડયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીર : કિંજલ કારસરીયા જામનગર) (૨૫.૯)

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૯ : જામનગરના ગોરધનપર પાસેના મેદાનમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રજા સાથે જાહેર સભાની સંબોધન કરવા માટે આવી ખુશીયા હતા અને ચૂંટણી સભાની સંબોધન કરતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ જણાવ્‍યું હતું કે, આ ચૂંટણી ન નરેન્‍દ્ર લડે છે ન ભુપેન્‍દ્ર લડે છે ક ચુંટણી ગુજરાત ની જનતા લડે છે. વડાપ્રધાને માર્મિક ભાષામાં કહ્યું હતું કે,  દિવાળી માં લક્ષ્મી પધારે તેની ચિંતા કરતા હોઈએ, લક્ષ્મીજી એટલે સમળદ્ધિ,સમળદ્ધિ આવવાની હોય તો રોડ રસ્‍તા એરપોર્ટ સુવ્‍યવસ્‍થિત રાખવા જોઈએ.

જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એવું વ્‍યવથિત બનાવવા માંગીએ છીએ કે લક્ષ્મીજી એહી જ આવવાનું મન થાય  જામનગર કાલાવડ ફોરલેન રોડની સ્‍વીકળતિ થઈ ચૂકી છે. આ ઉપરાંત સાગર માળા યોજના દ્વારા આગળ વધી રહ્યા છે. હાલારના દ્વારકા પાસે શિવરાજ પુર બીચ મશહુર થઈ રહ્યો છે. જેને લઇને દુનિયામાં સૌથી વધુ તેજીથી ગ્રો કરી રહ્યું છે તે ટુરિઝમ છે. દુનિયાના લોકોને આગ્રા આવી પાછા નથી જવું આખું હિન્‍દુસ્‍તાન ફરવું છે.  માળખાકીય સુવિધાઓ વધારી આપણે ગુજરાત ને આગળ વધારીએ છીએ.

ગુજરાત મેન્‍યુફેક્‍ચરિંગ હબ બને તે દિશામાં કામ કરવાનું છે. એક જગ્‍યાએથી માલ આવીએ અને બીજે વેચીએ એ જમાનો ગયો, તેમ ચૂંટણી સભામાં સંબોધન કરી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી ૫ વર્ષ માટેની નથી આગામી ૨૫ વર્ષનું ગુજરાત નું ભવિષ્‍ય નક્કી કરવા માટે છે આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્‍યારે ગુજરાત કયા હોય તે સંકલ્‍પ સાથે આવીયા છીએ.

ᅠકોંગ્રેસ ના જમાનામાં ૨જી ના ગોટાળા થયા તેમ જણાવી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર નિશાનો તાકયો હતો અને એક સમય હતો કે જ્‍યારે ગુજરાત માં સાયકલ નહોતી બનતી હવે હવાઈ જહાજ બનવાના છે. કોંગ્રેસ ની સરકાર હોત તો મોબાઈલ ફોન બહારથી લાવવા પડતા હોત આજે ભારતમાં મોબાઈલ બની રહ્યા છેછ ૫ જી આવવાની તૈયારીમાં છે. તેમ કહી સરકારની ઉપલબ્‍ધિ ગણાવી હતી અને ટોણો માર્યો હતો કે, કોંગ્રેસની સરકાર હોત તો મોબાઈલ બિલ ૩થી ૪ હજાર આવતું હોત, આજે ગુજરાતમાં કામ કરતો મજદૂર વિનામૂલ્‍યે વાત કરી રહ્યો છે.  ટેકનોલોજીનો ઉપયોગ કેવીરીતે કરી શકાય તે આપણે કરી બતાવ્‍યું.  અર્બન નકસલો આજ કાલ ગુજરાતમાં પ્રવેશવાની તૈયારીમાં છે. ત્‍યારે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેવામાં ભાજપને જીતાડવા અપીલ કરી હતી અને આ તકલીફ કોરોના કાળમાં ભારત સરકારે વેક્‍સિન સહિતની સૌનો સવલતો અંગે પણ વાકેફ કર્યા હતા અને કહ્યું હતું કે, કોરોનાએ બતાવ્‍યું આરોગ્‍ય બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જામનગરમાં વડાપ્રધાન મોદીએ લોકોને મોબાઇલની ટોર્ચ લાઈટ કરી સમર્થન માગ્‍યું હતું અને વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત હજારોની જનમેદનીએ વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીનું અભિવાદન કર્યું હતું.

(1:32 pm IST)