Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સાવરકુંડલામાં પ્રતાપભાઇ ખુમાણના ભત્રીજાના શુભલગ્નઃ ચિ. ભગીરથસિંહ : ચિ. કૃપાબા

લોકડાયરાની રમઝટ બોલશેઃ ધોળની અને ચાંદલની રકમ શૈક્ષણિક અને સેવા કાર્યમાં અર્પણ કરાશે

રાજકોટ તા. ૩૦ :.. સાવરકુંડલાની સનરાઇઝ વિદ્યા સંકુલ અને સૂર્યોદય પેટ્રોલ પંપના માલિક કાઠી દરબાર પરિવારના આંગણે  લગ્નોત્‍સ્‍વનું આયોજન કરાયું છે.

સાવરકુંડલામાં વસતા અને જેમને ઇતિહાસકારોએ જાતિ અને જોગીનું બિરૂદ આપેલ છે, તેવા પવિત્ર યુગ પુરૂષ જોગીદાસ ખુમાણની પરંપરાના કાઠી પરિવારમાં આગામી ડિસેમ્‍બરમાં ચી. ભગીરથસિંહના શુભલગ્ન યોજાશે.

વંશ પરંપરાગત રીતે કાઠી ક્ષત્રીય દરબારોનાં રીતિ રિવાજો મુજબ રજવાડી ઠાઠમાઠથી યોજાશે. માત્ર ને માત્ર ક્ષત્રીયોમાં ચાલી આવતી પરંપરા મુજબ લગ્નની આગલી રાત્રિએ વરરાજા પોતાના સંવયસ્‍ક ભાઇઓ, મિત્રો ઘોડેસવારોનાં કાફલા સાથે ખાસ તાલીમ પામેલા અશ્વોને ખેલવતા ખેલવતાં પોતાના વિસ્‍તારમાં નગરયાત્રા એ નિકળે છે ત્‍યારે આ દ્રશ્‍ય રોમાંચ પમાડે તેવું હોય છે, આ કાફલામાં રજવાડી બગી ઉપરાંત ઊંટ અને હાથી જેવા  પશુઓ જોવા લોકો ઉમટી પડે છે.

સાવરકુંડલાની સનરાઇઝ વિદ્યા સંકુલવાળા પ્રતાપભાઇ ખુમાણના ભત્રીજા તથા સાવરકુંડલાનાં હનુભાઇ બદરૂભાઇ ખુમાણના સુપુત્ર ચિ. ભગીરથસિંહજીના શુભલગ્ન પ્રતાપભાઇ બાપુભાઇ ધાધલના સુપુત્રી ચિ. કૃપાબા  સાથે તા. ૨ ડિસેમ્‍બરને શુક્રવારે સિવાય પાર્ટી પ્‍લોટ, એ-વર્લ્‍ડ મલ્‍ટીપ્‍લેક્ષ સિનેમા પાસે, પાળીયાદ રોડ, બોટાદ ખાતે નિરધારેલ છે.

સુર્યોદય પેટ્રોલ પંપ અને સનરાઇઝ વિદ્યા સંકુલ પરિવાર દ્વારા ચિ. ભગીરથસિંહજીના શુભ લગ્ન પ્રસંગે ચાંદલાની તમામ રકમ તથા લોકડાયરાના ધોળની તમામ રકમ કે.ડી.ઇ.ટી. ગાંધીનગરને કાઠી દરબાર શિક્ષણ સમિતી ગાંધીનગરને અર્પણ કરવામાં આવશે. આ ટીમ સમગ્ર ગુજરાત રાજ્‍યમાં કાઠી ક્ષત્રિય સમાજના દુર છેવાડાના ગ્રામ્‍ય વિસ્‍તરોમાં વસતા, અતિ તેજસ્‍વી વિદ્યાર્થીઓને સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓ માટે રહેવા, જમવા અને કોચિંગ સહિતની સુવિધાઓ તદન નિઃશુલ્‍ક પુરી પાડવામાં આવે છે. તો ગાંધીનગરના ‘કાઠીયાવાડ ભવન'ના નિર્માણ માટ. ખુમાણ પરિવાર ભેટ અર્પણ કરશે.

આમંત્રિતોને સ્‍વ.લખુબાપુ આપાબાપુ ખુમાણ, સ્‍વ.સુરગબાપુ આપાબાપુ ખુમાણ, સ્‍વ.બદરૂબાપુ આપાબાપુ ખુમાણ પરિવારના મંગળુભાઇ લખુભાઇ ખુમાણ, સ્‍વ. ચંપુભાઇ લખુભાઇ ખુમાણ, સ્‍વ. મનુભાઇ લખુભાઇ ખુમાણ, જોરૂભાઇ ભાયાભાઇ ખુમાણ, પ્રદ્યુમનસિંહ પ્રતાપભાઇ ખુમાણ, હનુભાઇ સુરગભાઇ ખુમાણ, મનુભાઇ સુરગભાઇ ખુમાણ, સામતભાઇ સુરગભાઇ ખુમાણ, અનકભાઇ ભાયાભાઇ ખુમાણ, મહાવિરસિંહ હનુભાઇ ખુમાણ, મોસાળપક્ષ (ખાખરીયા) ભીખુભાઇ ઓઢાભાઇ બસીયા, હરપાલસિંહ ભીખુભાઇ બસીયા, ભાણેજ પક્ષ સિધ્‍ધાર્થસિંહ હરેશભાઇ ધાધલ (જસદણ) કુલદિપભાઇ જસુભાઇ ચાવડા (મુદ્રાં પોર્ટ) વનરાજભાઇ ભરતભાઇ બસીયા (સાવરકુંડલા) અભિષેકભાઇ ધર્મેન્‍દ્રભાઇ ધાધલ (બગસરા) સ્‍વાગતના અભિલાષી સુરજીતભાઇ પ્રવિણભાઇ ધાધલ (ગોંડલ), રોહિતભાઇ દાદભાઇ ધાધલ (ચાંદગઢ), હર્ષાતુર ભુલકાઓ પુષ્‍પાલસિંહ ભૂપેન્‍દ્રસિંહ ખુમાણ, યશદિપસિંહ અજયભાઇ ખુમાણ દર્શનાભિલાષી વિસામણભાઇ મેરામભાઇ માંજરીયા (માલસીકા), હરેશભાઇ રાણિંગભાઇ ધાધલ (જસદણ), ભૂપેન્‍દ્રભાઇ કનુભાઇ ધાધલ (બિલખા), પ્રશાંતભાઇ વિજયભાઇ વાળા (ગાંધીનગર) માસીયાઇ પક્ષ દિલીપભાઇ અમરૂભાઇ વાળા (સુડાવડ) કશ્‍યપભાઇ મંગળુભાઇ વાળા (બરવાળા) વનરાજભાઇ બાબભાઇ વાળા (ઇંગોરાળા) દશરથભાઇ વજુભાઇ ખાચર (ગઢડા), હરપાલસિંહ કિરીટસિંહ ખાચર (ગઢડા), સ્‍નેહાતૂર સુભાષભાઇ ચંપુભાઇ ખુમાણ, અજયભાઇ ચંપુભાઇ ખુમાણઘ, માનસુરસિંહ મંગળુભાઇ ખુમાણ,હરપાલસિંહ મંગળુભાઇ ખુમાણ, રઘુવીરસિંહ હનુભાઇ ખુમાણ, છત્રપાલસિંહ મનુભાઇ ખુમાણ, ભૂપેન્‍દ્રસિંહ જોરૂભાઇ ખુમાણ, જયદેવભાઇ અનકભાઇ ખુમાણ, કર્મવીરસિંહ ખુમાણ, યુગવીરસિંહ ખુમાણ, સિધ્‍ધાર્થસિંહ હરેશભાઇ ધાધલ સહિત પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

 શુભલગ્ન પ્રસંગે તા. ૩ ડીસેમ્‍બરને શનીવારે રાત્રીના ૯ વાગ્‍યે સૂર્યોદય ફાર્મ, અમરેલી હાઇવે-સાવરકુંડલા ખાતે લોકડાયરાની રમઝટ બોલશે. જેમાં રાજભા ગઢવી લોકસાહિત્‍ય આશા કારેલીયા લોકસંગીત અને ધીરૂભાઇ સરવૈયા હાસ્‍યરસ રજૂ કરશે.

સૂર્યોદય પરિવારથી જાણીતા શૈક્ષણિક સંસ્‍થાઓ અને પેટ્રોલિયમ વ્‍યવસાય સાથે સંકળાયેલા, આ કાઠી દરબાર પરિવાર સમગ્ર પંથકમાં પોતાની ઉદારતા અને તમામ જ્ઞાતિ, ધર્મ કે સમાજો પ્રત્‍યે સમભાવ ને કારણે ખૂબક લોકચાહના ધરાવે છે.

(10:07 am IST)