Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જયરાજસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યાની ચૂંટણી અધિકારીને યતિષભાઇ દેસાઇની ફરીયાદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩૦:  ગોંડલ વિધાનસભા બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર યતિષભાઈ દેસાઈ એ ફલાઇંગ સ્‍કવોડ વડા તથા સર્કલ ઓફિસર સમક્ષ નિવેદન આપી જણાવ્‍યુ કે જયરાજસિહ જાડેજા હત્‍યાકેસમાં આજીવન કેદની સજા પામ્‍યા બાદ હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન પર મુક્‍ત છે.પરંતુ તાજેતરમાં તેઓ દ્વારા મોવિયા તથા ભુણાવાની સભામા ધાક ધમકી આપતુ ભાષણ આપી સુપ્રીમ કોર્ટની શરતોનુ ઉલ્લંઘન કર્યુ હોય પગલા લેવા તથા જયરાજસિહના ભાષણના વિડિયો રજુ કરી ચુંટણી કમિશ્નરને પહોંચતા કરવા જણાવ્‍યુ હતુ.તેમણે રાજુભાઇ સખીયા સામે આચારસંહિતાનો ગુન્‍હો દાખલ થઈ શકતો હોય તો જયરાજસિહ સામે કેમ નહી? તેવો સવાલ ઉઠાવ્‍યો હતો.

(10:11 am IST)