Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોરબીની મહેન્‍દ્રસિંહજી સાયન્‍સ કોલેજ ખાતે ફઘ્‍ઘ્‍ દિવસની ઉજવણી

  મોરબી : સર્વોદય એજ્‍યુકેશન સોસાયટી ટ્રસ્‍ટ સંચાલિત મહારાજ મહેન્‍દ્રસિંહજી સાયન્‍સ કોલેજ ખાતે ફઘ્‍ઘ્‍ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે નવેમ્‍બર મહિનાના ચોથા રવિવારે ફઘ્‍ઘ્‍ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. મોરબીની મહેન્‍દ્રસિંહજી સાયન્‍સ કોલેજ ખાતે ફઘ્‍ઘ્‍ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના સંચાલક ફઘ્‍ઘ્‍ ઓફિસર કેપ્‍ટન શર્મા જણાવ્‍યું હતું કે, કોલેજના પ્રાંગણમાં પૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન તેમજ સ્‍ટેચ્‍યૂ ક્‍લિનિંગ ફઘ્‍ઘ્‍ અંગે વક્‍તવ્‍ય, સંગીત, કવિતા, ફઘ્‍ઘ્‍ ના અનુભવો, ચિત્ર હરીફાઈ, નિબંધ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ફઘ્‍ઘ્‍ કેડેટ્‍સ તેમજ આ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્‍યો હતો. સંપૂર્ણ કાર્યક્રમમાં સર્વોદય એજ્‍યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ તેમજ દેવાંગભાઈ દોશી તથા કોલેજના સમગ્ર સ્‍ટાફ તેમજ ઇન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ માંડવીયાએ હાજરી આપી સાથ સહકાર આપ્‍યો હતો. કાર્યક્રમના અંતમાં તમામ વિદ્યાર્થીઓને નાસ્‍તો કરાવવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનું સંચાલન ફઘ્‍ઘ્‍ ઓફિસર કેપ્‍ટન શર્મા જણાવ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : પ્રવિણ વ્‍યાસ મોરબી)

(11:01 am IST)