Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ખંભાળીયા-૧૧ અને દ્વારકામાં ૧૩ ઉમેદવારો

ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા બેઠકમાં કુલ ૧ લાખ પ૪પ૬૬ પુરૂષ અને ૧ લાખ ૪૮૦ર૯સ્ત્રી ત્‍થા અન્‍ય ૮ મળી કુલ ૩ લાખ ર૬૦૩ મતદારો છે. જયારે દ્વારકા વિધાનસભા વિસ્‍તારમાં ૧ લાખ પ૧ર૯ર પુરૂષ ત્‍થ ૧ લાખ ૪૧૩પપસ્ત્રી અને અન્‍ય ૭ મળી કુલ ર લાખ ૯ર૬પ૪ મતદારો છે. જયારે ખંભાળીયા બેઠક ઉપર ર૧૧ અને દ્વારકા બેન્‍કમાં ૧૯૪ મતદાન મથકના સ્‍થળો ત્‍થા ખંભાળીયા વિસ્‍તારમાં ૩૩પ અને દ્વારકા વિસ્‍તારમાં ૩૦૭ મતદાન મથકો આવેલા છે. જયારે ખંભાળીયા બેઠક ઉપર કુલ ૧૧ અને દ્વારકામાં કુલ ૧૩ ઉમેદવારો મેદાનમાં છે.

જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૩૩૪૪૧ર થી ર૪×૭ ચૂંટણી લક્ષી ફરિયાદો માટે કોલ સેન્‍ટર કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ ૮૧-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી અધિકારી કક્ષાએ ખંભાળીયા ખાતે લેન્‍ડ લાઇન નંબર ૦ર૮૩૩-ર૩૪પ૭૭ થી ર૪×૭ ૮ર-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી અધિકારી કક્ષાએ લેન્‍ડ લાઇન નંબર ૦ર૮૯ર-ર૩પ૭૩૩ થી ર૪×૭ ચૂંટણી લક્ષી ફરિયાદો માટે કોલ સેન્‍ટર કાર્યરત કરવામાં આવેલ છે.

વધુમાં cVIGIL એપ પર આચારસંહિતા ભંગ સબબની ફરિયાદો ઓનલાઇન થઇ શકે છે. તેમજ મતદારોના માર્ગદર્શન અને ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર ૧૯પ૦ કાર્યરત કરવામાં આવે લ છે.

આદર્શ આચરસંહિતા અમલીકરણ અન્‍વયે જિલ્લામાં પબ્‍લીક પ્રોપર્ટી પરથી કુલ-૧૯૪૮ બેર્ન્‍સ તથા પ્રાઇવેટ પ્રોપર્ટી પરથી કુલ-ર૧૪ બેનર્સ દુર કરવામાં આવેલ છે.મતદાન મથકો ખાતે પુરુષ-ષાીની અલગ-અલગ લાઇનોથી કયુ મેનેજમેન્‍ટ કરવામાં આવશે. મહિલા મતદારોને પ્રાધાન્‍ય આપતાં, મતદારો લાઇનમાં બે મહિલા મતદારો સામે એક પુરુષ મતદારને મતદાન મથક ખાતે મતદાન કરવા જવા દેવામાં આવશે. વધુમાં  પીડબલ્‍યુડી મતદારો તથા ૮૦+ સીનીયર સીટીઝન મતદારોને લાઇનમાં ઉભા ન રાખતાં, પ્રાધાન્‍ય આપી સીધા જ મતદાન મથક ખાતે મતદાન કરી શકે તે મુજબની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

(12:50 pm IST)