Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોરબી :રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત-ગમત, વેશભૂષા તેમજ ડાન્‍સ કોમ્‍પીટીશન

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૦ : મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત-ગમત હરીફાઈ, વેશભૂષા અને ડાન્‍સ સ્‍પર્ધાનું કરવામાં આવ્‍યું છે.

 આ અંગે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામની યાદીમાં જણાવ્‍યા અનુસાર લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા તથા તેમનામા રહેલી આંતરીક શક્‍તિઓને ખીલવવા માટે આગામી તા.૨૫ના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્‍લોટ મેઈન રોડ, મોરબી ખાતે રમત ગમત હરીફાઈ, વેશભૂષા અને ડાન્‍સ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 જેમાં રમત-ગમત હરીફાઈ અંર્તગત LKG થી ધોરણ-૧ ના વિધાર્થીઓ માટે રમત પીકઅપ બોલ, ધોરણ ૨ થી ૪ ના વિધાર્થીઓ માટે  મ્‍યુઝીકલ ચેર ધોરણ ૫ થી ૮ ના વિધાર્થીઓ માટે  એક મીનીટ હરીફાઇ રહેશે તથા વેશભુષા તથા ડાન્‍સ હરીફાઈ અતંર્ગત LKG થી ધોરણ ૪ના વિધાર્થીઓ માટે વેશભુષા તથા ડાન્‍સ હરીફાઇ અને ધોરણ ૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્‍સ કોમ્‍પીટીશનમા ભાગ લઈ શકશે. વેશભુષા તથા ડાન્‍સ હરીફાઇ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ ૭૫ એન્‍ટ્રી સ્‍વીકારવામા આવશે અને આ હરીફાઇમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૨ને ગુરૂવાર છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(12:52 pm IST)