Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પોરબંદર જિલ્લામાંથી દારૂના ગુન્‍હાના ૪ મહિલા આરોપીનો તડીપાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. વિધાનસભા ચૂંટણી અન્‍વયે દારૂના ગુન્‍હાના ૪ મહિલા આરોપીઓને જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્‍યા છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના અન્‍વયે પોરબંદર જીલ્લામાં પ્રોહી. બુટલેગર ઉપર તડીપાર તૈયાર કરી અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને શહેરના ડીવાયએસપી નિલમ ગોસ્‍વામી તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પી.આઇ. એસ. ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો. સબ. ઇ. કે. એન. ઠાકરીયાનાઓએ દારૂના ગુન્‍હાના ૪ મહિલા આરોપીઓને તડીપારની તૈયારી કરી પોરબંદર સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી જાડેજાએ સામાવાળાઓને એક માસ માટે તડીપારનો હુકમ કરતા કમલાબાગ પોલીસ  સ્‍ટેશનના પો. સબ. ઇ. શ્રી કે. એન. ઠાકરીયાએ સામાવાળાઓને હુકમની બજવણી કરેલ છે.

તડીપાર કરાયેલ ૪ મહિલા આરોપીઓમાં તડીપાર કરેલાના નામની વિગત ક્રિષ્‍નાબેન  નીતિનભાઇ દીલીપભાઇ રાઠોડ ઉ.વ.૪૯ રહે. કડીયા પ્‍લોટ, જીવીબેન  પ્રવિણભાઇ લખુભાઇ મરદનીયા (ઉ.વ.૬૩) રહે. કડીયા પ્‍લોટ, મંજૂબેન ઉર્ફે મંગળાબેન ઉર્ફે મુન્નીબેન પ્રેમજીભાઇ રામજીભાઇ સોલંકી ઉ.વ.પ૦ રહે. જુંડાળા તથા દેવીબેન  નારણભાઇ સીદીભાઇ ગોસીયા ઉ.વ.પ૭ રહે. ઇન્‍દીરાનગર છાંયાનો સમાવેશ થાય છે.

તડીપાર કરાવાની કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્‍ટેશન પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. ડી. સાળુકે તથા સર્વેલન્‍સ સ્‍કોડના પો. સ. ઇ. કે. એન. ઠાકરીયા તથા સર્વલન્‍સ સ્‍ટાફ જોડાયેલ હતાં.

(11:31 am IST)