Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જુનાગઢમાં વિકલાંગ બાળકોની સંસ્‍થા

સાંપ્રત એજ્‍યુ.અને ચેરિ.ટ્રસ્‍ટ દ્વારા નવા ભવનનું નિર્માણ

પૂ.સાધનાબાઇ-પૂ.સંગીતાબાઇ મ.સ.ની પ્રેરણા

જુનાગઢ તા.૩૦ : છેલ્લા ૧ર વર્ષથી વિકલાંગ બાળકોની સંસ્‍થા સાંપ્રત એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ જુનાગઢમાં કાર્યરત છે. જેમાં અન્‍યારે અતિ ગંભીર અનાથ દિવ્‍યાંગ બાળકોની સંખ્‍યા ૮૦ જેટલી છે અને તેમાં સત વધારો થઇ રહ્યો છ.ે કોરોના જેવી મહામારી દરમિયાન પણ બાળબોને સુરક્ષિત રાખવામાં આવ્‍યા હતા. ભવિષ્‍યમાં આવી કોઇ આફતને પહોંચી વળવા સંસ્‍થાના પગરણમાં એક નવું ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે જેથી બાળકોની અલગ-અલગ સારી રીતે સગવડતા સાથે સાર-સંભાળ રાખી શકાય.

 

આ નવું ભવન બનાવવા માટે ટ્રસ્‍ટી મહેન્‍દ્રભાઇ પરમાર અને સંચાલક રાજુભાઇ ગાંધીએ બા.બ્ર. સાધનાબાઇ અને સંગીતાબાઇ મહાસતિજી સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી છે. સાધનાબાઇ સ્‍વામીના સાંસારિક ભાઇ લંડન નિવાસી અવંતિલાલ નૌતમલાલ જસાણીએ સંપુર્ણ નવનિર્માણનું અનુદાન આપવાનું નકકી કર્યું છે.અનાથ દિવ્‍યાંગ બાળકો માટે ૧૦ રૂમનું મકાન તથા બીજી સગવડતાઓ જેવી કે, પંખા, પલંગ વગેરેનો પુર્ણ ખર્ચ પણ અવંતિભાઇ આપશે. હાલમાં મકાનનું બાંધકામ શરૂ થઇ ચુકયું છે.જે આગામી દિવસોમાં તૈયાર થઇ જશે.

આ ઉપરાંત રૂા.પ૦ હજારની કાયમી તીથી મીઠાઇ સાથેની પણ અગાઉ નોંધાવેલ છે અવંતીભાઇ પરદેશમાં રહેવા છતા માદરેવતનને યાદ કરીને વારંવાર જુદી-જુદી સંસ્‍થાઓમાં માનવતાના કાર્યો કરી રહ્યા છે ટ્રસ્‍ટીઓ દ્વારા અવંતિલાલ નૌતમલાલ જસાણીનો આભાર વ્‍યકત કરેલ.

(11:58 am IST)