Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ટંકારા પાસે તળાવમાં ન્‍હાવા પડેલા વિજય ડામોરનું ડૂબી જતા મોત

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૦  : ટંકારા તાલુકામાં હડમતીયા રોડ પર આવેલ વાડીના તળાવમાં ન્‍હાવા જતાં યુવક ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજ્‍યું હતું.

  પ્રાપ્ત વિગતો અનુસાર હડમતીયા રોડ કાંતીલાલ વાઘજીભાઇ રંગપરીયાની વાડી નજીક આવેલા તળાવમાં મૂળ દાહોદનો વતની અને હાલ વાડીએ રહેતો વિજય શૈલેષભાઇ ડામોર ન્‍હાવા પડ્‍યો હતો પરંતુ પાણીમાં ડૂબી જતાં તેને સારવાર અર્થે સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતા. જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. આ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)