Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પોરબંદરમાં અનેક ચુંટણીઓ આવી ગઇ છતા ઉદ્યોગ અને શિક્ષણના વર્ષો જુના પ્રશ્નો ઉકેલાતા નથી !

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦: ધારાસભ્ય ચાર ટર્મ ચુંટાય આવેલ છે. પ્રારંભની બે ટર્મ રાજયકક્ષાના શેષકાળના મંત્રીપદ ઉપર અને ત્યારબાદ પુર્ણ સમયના મંત્રી પદ ઉપર રહેલ. વર્તમાન ધારાસભ્ય પાસે ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ, હવાઇ ઉડયન બંદરીય મંત્રી વિગેરે પદ રહેલ. તે સમયના શાસનકાળમાં પોરબંદરના વિકાસ માટે ?! છેલ્લી ચોથી ટર્મ્સમાં પોરબંદર છે વિકાસના પંથે પૂર્તિ માધ્યમથી બહાર પાડી છેલ્લા સારા વર્ષમાં ૩૫૦૦ કરોડથી પણ વધુ માતબર રકમના વિકાસના કામોની હારમાળાનું સર્જન કર્યાનું આ બહાર સપ્લીમેન્ટરી વિકાસ પૂર્તિ જાહેર કર્યુ અને તેઓશ્રી વિકાસના પંથે સકારાત્મક છેનાના અને મધ્યમ વર્ગ વેપારીઓના વ્યવસાયને અસર પડતા ઉપલેટા, ગોંડલ, કેશોદ, રાજકોટ, જામનગર વેપાર માટે શિફટ થવુ પડયુ અને પડે છે. હજુ કેટલાક વેપારીઓ અન્યત્ર શિફટ થવાનું વિચારે છે. માર્કેટીંગ યાર્ડ પણ મૃત પાઇ થઇ ગયુ. અન્ય નાના શ્રમીક ધંધાર્થીઓ કેબીન અને રેંકડી ધારકો તથા ખાણી પીણીના ધંધાર્થીઓ છેલ્લા ર વર્ષ કરતા વધુ સમયથી કુદરતી માર  પડયો. હજુ પણ તે યાતનામાંથી અમુક નાના કેબીન-રેકડીના ધંધાર્થીઓ રાહત અનુભવતા નથી. માનસીક તનાવમાં રહે છે.

પોરબંદરનું શિક્ષણ ભાંગી ગયું છે અને ભાંગતું જા છે. સરકાર શાળાઓ લોપ (બંધ) કરવાની પેરવી ગર્ભીત ચાલે છે. ખાનગી શાળાઓ ટ્રસ્ટ સંચાલીતને અપરોક્ષ ઉત્તેજન મળે તેવી પેરવી હાથ ધરાઇ રહી છે. પોરબંદર શિક્ષણક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતુ ગણાતુ વર્તમાન સ્થિતિએ અવઢવ ભરેલ સ્થિતિમાં પોરબંદરમાં શિક્ષણ મેળવવા બહારથી વિદ્યાર્થીઓ આવતા દાખલા તરીકે ઉદાહરણ રૃપે વાઘેશ્વરી પ્લોટમાં આવેલ પટેલ વિદ્યાર્થી ભવનમાં, ઉપલેટા, ધોરાજી, માણાવદર, જામજોધપુર વિગેરે આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થી ભણવા ૪૦૦ ચારસો કે તેન આસપાસ આવતા હતા. અત્યાર પોરબંદરનું શિક્ષણ મોટો પ્રશ્નાર્થ બની ગયું. ૪ ચાર મોટી સરકારી સ્કુલો (તાલુકા શાળા નં. ૧ એક), મિડલ સ્કુલ, ભાવસિંહજી ટેકનીકલ સ્કુલ અને રામબા પ્રાથમીક શાળા બંધ થયા. પુનઃ આ સ્કુલ શરૃ કરવા સરકારમાં રજુઆતો થાય છે. આ હકિકતથી અજાણ તો નથી ?

વર્તમાન સમયમાં પોરબંદરમાં અગીયારમાંથી નવ મોટા અને મધ્યમ ઉદ્યોગો નવી અને જુની એ.સી.સી. મહારાણા મીલ, કાપડ ઉદ્યોગ, જગદીશ અરૃણ વનસ્પતી ઓઇલ મીલ, ફીટ ટાઇટ નટસ અને બોલ્ટસ, રેડીએન્ટ, બેરીંગ, યુનીયન બેરીંગ અને છેલ્લી ઓરએન્ટ એબ્રેસીવી બંધ થયા. આ ઉદ્યોગને જીવતદાન મળ્યું નહી. જેથી બંધ થયા. ઓઇલ મીલ જીનીંગ મીલ અને મિનરલ ઉદ્યોગ બંધ થયા. મિયાણીની જીઆઇડીસી તો રોડ સહીત ખોદાઇને વહેચાઇ ગઇ. હાલના કાર્યરત ધરમપુર અને વનાણાની જીઆઇડીસી ઓકસીજન ઉપર ડચકા ખાય છે. તેને જીવતદાન માટે મોટો પ્રશ્નાર્થ.

ઓરીએન્ટ એબ્રેસીવ બંધ થતા પહેલા ભાજપ સરકાર પાસે તેમની કાચા માલની સમસ્યા અને અન્ય બીજી સમસ્યાની સરકારશ્રી પાસે રજુઆત કરી કાર્યરત ફેકટરી બંધ કરતા પહેલા સરકારશ્રીનું ધ્યાન દોર્યા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા. વર્તમાન ગંભીરતાને સામાન્ય ગણી પરીણામે ઓરીએન્ટ એબ્રેસીવ બંધ થઇ, મશીનરી બીજે ટ્રાન્સફર થઇ છતાં ધારાસભ્ય કે સાંસદસભ્યની આંખ ખુલ્લી હોવા છતાં મૌની બાબા બની ગયા?

(2:41 pm IST)