Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જૂનાગઢના માનવધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા મતદાન જાગૃતિ સંદેશનો પ્રચાર કરાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : માનવધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીલેશભાઇ જોશીના માર્ગદર્શન અને પાર્થભાઇ પંડયાના નેતૃત્‍વમાં જૂનાગઢ શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર અને ભવનાથ ખાતે મતદાન જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરી લોકોને મતદાન કરવું કેટલુ જરૂરી એ બાબતે સમજ આપવામાં આવી હતી. આ તકે જીતેન્‍દ્રભાઇ જાની, પ્રિયાશુંભાઇ પુરોહિત, જીજ્ઞેશભાઇ મહેતા, કવિતાબેન, શીતલબેન જોશી, વૈશાલીબેન રાઠોડ સહિત તમામ કાર્યકરોએ હાજરી આપી હતી.

(1:32 pm IST)