Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જામનગરઃ છેતરપીંડીના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા દંડ

જામનગર,તા. ૩૦ : વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુન્‍હા સબબ આરોપીને પાંચ વર્ષની સજા જામનગર એડીશનલ ચીફ જયુડીશ્‍યલ કોર્ટે ફરમાવી હતી.

આ બનાવની હકિકત એવી છે કે, રાજેશ ઉર્ફે રાજુભાઇ ગોવિંદભાઇ મોહનભાઇ પાલાનાએ જામનગર અંબા રેસીડન્‍સી, જી-૧ની દુકાન પોતે અગાઉ પ્રકાશ અમૃતલાલ પાલાને વેચાણ આપેલ હોય અને પોતે માલીક ન હોય તેમ છતાં ફરીયાદી મીનાબેન નાનજીભાઇ મારૂ અને તેમના પુત્રને દુકાનનો વેચાણ કરાર દસ્‍તાવેજ કરી આપી તેમાં મુળ દુકાન માલીક પ્રકાશ પાલા વતી સહી કરી ફરીયાદી તથા સાહેદ પાસેથી પૈસા લઇ ફરીયાદી કે તેના પુત્રને દુકાનનો દસ્‍તાવેજ નહીં કરી આપી, પૈસા લઇ ફરીયાદી  કે તેના પુત્રને દુકાનનો દસ્‍તાવેજ નહીં કરી આપી, પૈસા ઓળવી જઇ અને તે કામમાં તેમના પત્‍નિ પન્‍નાબેન ઉર્ફે પુજાબેને મદદગારી કરી ફરીયાદી સાથે વિશ્વાસ છેતરપીંડી કરતા ફરીયાદી મીનાબેન નાનજીભાઇ મારૂએ આ બંને  સામે જામનગર સીટી એ ડીવી. પો.સ્‍ટે. ગુ.ર.નાં. ૮૮/૧૫ થી ભારતીય દંડ સંહિતાની કમલ ૪૦૬, ૪૨૦,૪૬૫, ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ.સદરહું કેસ જામનગરના એડીશનલ ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં ચાલવા પર આવતા શ્રી સરકાર તરફે રોકાયેલ એ.પી.પી. શ્રી રશ્‍મિબેન પી.દત્તાણીની દલીલ તથા સાહેદોની જુબાની ધ્‍યાને લઇ કોર્ટે આરોપીઓને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૫૫,૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

સદરહું કેસમાં શ્રી સરકાર તરફે વિદ્વાન એ.પી.પી.શ્રી રશ્‍મિબેન પી.દત્તાણી રોકાયેલ હતા.

(1:33 pm IST)