Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પોરબંદર-જામનગર-મધ્ય પ્રદેશમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ ર ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢતા. ૩૦ :.. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડીવાયએસપી નિલમ ગોસ્વામી તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ. ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના અનડીટેકટ  ગુન્હાઓ શોધી કાઢવા માટે આજરોજ કમલાબાગ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કવોડના પો. સબ. ઇન્સ. કે. એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

અગાઉ પોરબંદર વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પોરબંદર શહેરમાં લગાડેલ કેમેરાની મદદથી આરોપીઓના ફૂટેજ મળેલ હોય જે આધારે આરોપીની તપાસ કરતા એ.એસ.આઇ. આર. પી. જાદવ તથા પો. કો. વિરેન્દ્રસિંહ દશરથસિંહ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહનાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, બીરલા ફેકટરી સોલ્ટના દંગા પાછળ બાવળની કાંટમાં કોઇ માણસો ચોરી કરેલ મોટર સાયકલો હેરફેર કરી સંતાડેલ છે. જે હકિકત આધારે સદર જગ્યાએ ઝડતી કરતા પાંચ મોટર સાયકલ સાથે બે ઇસમો મળી આવતા અને પોકેટકોપ નામની એપ્લીકેશનની મદદથી મોટર સાયકલોના નંબરો સર્ચ કરી જોતા માલીકોના નામ અલગ અલગ આવતા હોય જેથી તમામ મોટર સાયકલો બાબતે પુછપરછ કરતા ઉપરોકત તમામ ૬ મોટર સાયકલો પોરબંદર તથા જામનગરમાંથી ચોરી કરેલાની નીચે મુજબ કબુલાત આપેલ છે.

આરોપી-નસરૃ ઠાકુરસિંહ મેહડા વાળાએ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જોબટ સીટી વિસ્તારમાંથી રાત્રીના સમયે સહ આરોપીઓ સાથે મળી ત્રણ મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત આપેલ છે. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત ૨ સામે કાર્યવાહી કરી છે.

આ કામગીરી કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.ડી.સાળુકે તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. શ્રી કે.એન.ઠાકરીયા તથા એ.એસ.આઇ આર.પી.જાદવ તથા વી.એસ. આગઠ, તથા પો.હેડ કોન્સ. બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, અક્ષયભાઇ, દેવેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ તથા વુમન પો.કોન્સ. અંકિતાબેન વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(1:34 pm IST)