Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ૮૨ ટકા મતદાનના લક્ષ્યાંકને પાર

પાડવા એક-એક મતદાર સુધી મતદાન જાગૃતિ અભિયાન લઇ જવા નિર્ધાર

જૂનાગઢ તા.૩૦: જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર મતદાનનો વિક્રમ સર્જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી રચિત રાજે બૂથ લેવલ અવરનેશ ગ્રુપના વડાઓ સાથે અંતિમ બેઠક યોજી, ૮૨ ટકા રેકોર્ડ બ્રેક મતદાનના લક્ષ્યાંક પાર પાડવા માટે યુદ્વના ધોરણે કામગીરી કરવા અને એક-એક મતદાર સુધી મતદાન જાગૃતિ અભિયાન લઈ જવા માટે નિર્દેશ આપ્‍યા હતા.

શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે મળેલી આ બેઠકમાં ખાસ કરીને ઓછુ મતદાન ધરાવતા મતદાન મથકો ઉપર વધુ ધ્‍યાન કેન્‍દ્રીય કરીને મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન માટે પ્રેરિત કરવા માટે માર્ગદર્શન આપ્‍યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જણાવ્‍યું કે, જૂનાગઢ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્‍તારમાં લોકો માટે મતદાનનું ઉત્‍સુક્‍તાનું વાતાવરણ સર્જાયું છે. સાથે જ લોકોને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત જાણકારી આપવામાં આવી રહી છે.

ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં ગ્રાસ રૂટ પર આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સખી મંડળના બહેનો સહિતના કર્મચારીઓ સક્રિયાપણે મતદાન જાગૃતિ અભિયાનોને દરેક મતદાર સુધી પહોંચાડી રહ્યા છે. ત્‍યારે મતદાન દિવસ એટલે ૧લી ડિસેમ્‍બર આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્‍યારે પુરા જુસ્‍સા સાથે કામગીરી કરી લોકોને મતદાન માટે પ્રેરિત કરીએ, આ સાથે ર્ગ્‍ીતિં દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રચાર માટે આયોજિત સામુદાયિક ભોજન ઉપરાંત રોકડ, ભેટ જેવા અન્‍ય કોઇ પણ પ્રલોભનોથી દૂર રહેવા માટે મતદારોમાં નૈતિક મતદાનનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યા છે. આમ, સતત મતદાન જાગૃતિ અભિયાનથી મતદારોમાં એક સકારાત્‍મક વાતાવરણનું નિર્માણ થયું છે.

મતદાનના દિવસે મતદાનની ટકાવારી પર દેખરેખ રાખવા માટે કંન્‍ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં ર્ગ્‍ીતિં ટીમના વડાઓ હાજર રહેશે. ઓછુ મતદાન ધરાવતા મતદાન મથકો પર મતદાન વધે માટે બુથ અવેરનેશ ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખે ચૂંટણી પ્રક્રિયાની કામગીરીને એક ભારણ તરીકે નહીં પણ રાષ્ટ્રીય ફરજ તરીકે સ્‍વીકારી અને દેશના લોકતંત્રને મજબુત કરવાની આપણી જવાબદારી છે. તેવી નેમ સાથે કામગીરી કરવા જણાવ્‍યું હતું.

નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એલ.બી.બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી પી.જી. પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌહાણે ૮૨ ટકા મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

અંતમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલાએ આભારવિધિ કરી હતી.

આ બેઠકમાં બૂથ લેવલ અવેરનેશ ગ્રુપ સાથે સંબંધિત એવા જિલ્લા શિક્ષણાધિકારી, પ્રોગ્રામ ઓફિસર, તાલુકા હેલ્‍થ ઓફિસર, મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(1:37 pm IST)