Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગોંડલ જેલમાં ચાલુ ફરજે એટેક આવતા ગાર્ડ અમીતકુમારનું મોત

આગલા દિવસે નાના પુત્રના જન્‍મદિનની ઉજવણી કરી'તીઃ બે બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં કલ્‍પાંત

ગોંડલ, તા. ૩૦ : સબ જેલમાં ચાલુ ફરજ એટેક આવતા જેલ ગાર્ડનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ ગોંડલ વોરકોટડા પર આવેલ સબજેલમાં ફરજ બજાવતા જેલ ગાર્ડ અમિતકુમાર પંડિતભાઈ પાટીલ (ઉ.વ.૪૧) રહે. ધુલિયા મહારાષ્‍ટ્રના વતની નું વહેલી સવારે સબજેલ ખાતે ચાલુ ફરજ દરમ્‍યાન હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા મોત નીપજ્‍યું હતું.

તેઓ છેલ્લા બે વર્ષથી સબજેલ ખાતે જેલ ગાર્ડની ફરજ બજાવતા હતા અને ગત સાંજે નાના દીકરા નો જન્‍મદિવસ હોય હરખભેર ઉજવણી કરી હતી અને આજે વહેલી સવારે  ફરજ દરમ્‍યાન હૃદયરોગ નો તીવ્ર હુમલો આવતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરએ મળત જાહેર કરતા પરિવાર શોક મગ્ન બન્‍યો હતો .તેઓ પરિવારના આધાર સ્‍તંભ હતા અકાળે બે  બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(1:39 pm IST)