Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અમરેલી જીલ્લામાં ૩૭૮૭ કર્મચારીઓ મતદાન બંદોબસ્‍તમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૦ : અમરેલી, અમરેલી જીલ્લામાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીનું મતદાન તા.૧/૧ર/રર ગુરૂવારના યોજાનાર છે. શાંતિપૂર્ણ વાતવારણમાં લોકો મતદાન કરી શકે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બંને તે માટે જીલ્લાભરના મતદાન મથકો ઉપર સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છ.ે જેમા એક એસ.પી.એક એ. એસ. પી. પાંચ ડી.વાય.એસ.પી., ર૧ પી. આઇ.૩પ પી.એસ.આઇ. ૧૭૬૩ પોલીસ કર્મચારીઓ, ૧ર૭ર હોમગાર્ડ, પ૯૮ એલ. ડી. જી.આર. ડી, ત્રણ કંપની સુરક્ષા દળ મળીને જીલ્લાભરમાં ૩૭૮૭ કર્મચારીઓ સુરક્ષાની જવાબદારીઓ સંભાળશે.

(1:41 pm IST)