Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ધારીના ખીચા જવાના રસ્‍તે અકસ્‍માતમાં ૨ ના મોત

બાઇકને હડફેટે લઇને ટ્રક ચાલક ટ્રક મુકીને નાશી છૂટયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦ : ધારી તાલુકાના દેવળાથી ખીચા જવાના રસ્‍તે કાપેલ ધાર પાસે એક બાઇક અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત થતા બંને બાઇક ચાલકના ઘટના સ્‍થળે કમકમાટીભર્યા મોત નિપજાવી ટ્રક મુકીને ચાલક નાસી ગયો હતો.

ધારી તાલુકાના દેવળાથી ખીચા જવાના રસ્‍તે કાપેલ ધાર પાસે તા. ૨૮/૧૧ના રાત્રીના ૮.૧૫ કલાકે એક ટ્રક અને બાઇક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બાઇક નં. જીજે૦૫-એચ.એમ.-૮૪૧૯ને ટ્રક નંબર આર.જે.૫૧ જી.એ.૧૯૮૭ના ચાલકે પૂરઝડપે અને બે ફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી ધારી તાલુકાના હીમખીમડીપરાના કાળુભાઇ અબ્‍દુલ રહેમાનભાઇ બ્‍લોચ (ઉ.વ.૬૫) તેમજ ધારગણીના અશોકભાઇ મશરૂભાઇ સોલંકી (ઉ.૨૫) મજૂરી કામે ગયેલ જે પુરૂં થતાં કાળુભાઇને બાઇક પાછળ બેસાડી હીમખીમડીપરા મુકવા આવતા હતા ત્‍યારે બાઇક સાથે ટ્રક અથડાવતા બંનેના ઘટના સ્‍થળે જ ગંભીર ઇજાઓ થતા કમકમાટીભર્યા મોત નિપજતા ૧૦૮ બોલાવી બંનેના મૃતદેહોને ધારી દવાખાને પી.એમ. માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની ફરિયાદ મહેશભાઇ મશરૂભાઇ સોલંકીએ ધારી પોલીસ મથકમાં નોંધાવતા પોલિસ તપાસ ચલાવી રહી છે. અકસ્‍માત સર્જીને ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છૂટયો હતો.

મોત

સાવરકુંડલાના ગીરધરવાવ નજીક જામનગર મહુવા એસટી બસના ચાલકે સાયકલ ચાલક આધેડને અડફેટે લેતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલામાં મહુવા રોડ પર ગિરધરવાવ પાસે બપોરના ૩ વાગ્‍યાની આસપાસ જામનગર - મહુવા સરકારી એસ.ટી. બસ બાઢડાના એક અજાણ્‍યા યુવકની સાયકલ સાથે અથડાતા સાયકલ સવાર આધેડનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. બાદમાં આધેડને કે.કે. મહેતા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ છે.

(1:42 pm IST)