Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જેતપુરના ચારણીયા ગામે વાડી પાસે જુગાર રમતા ૬ શખ્‍સો ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા. ૩૦ : તાલુકા પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન ચારલીયા ગામે જુગાર રમાતો હોવાથી બાતમી મળતા પોલીસે જુગાર અંગેની રેઇડ કરતા બાબુ રૈયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા બાબુ મોહનભાઇ રૈયાણી, મનીષ ધીરૂભાઇ વઘાસીયા, હરી ગાંડુભાઇ સાવલી(રહે.ત્રણે ચાણીયા) રજાક અબ્‍બાસ બાલાપરીયા (દેવળા), વિજય વલ્લભભાઇ ભુવા(હનુમાન ખીજડીયા), વીનુ રૂડાભાઇ મકવાણા(ખજુરી ગુંદાળા) તમામ શખ્‍સોને રોકડા રૂ. ૧૪૨૫૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:45 pm IST)