Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગીરનાર ૯.૩ ડીગ્રી, નલીયા ૧૦.૪ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક યથાવત

રાજકોટ તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટ અનુભવાય છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : ગિરનાર સહિત સોરઠમાં આજે ઠંડીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી.

ગિરનાર પર ગઇકાલે ૧૩.૫ ડિગ્રી ઠંડી રહ્યા બાદ આજે પારો ઉપર ચડીને ૯.૩ ડિગ્રીએ સ્‍થિર થતાં ઠંડીમાં રાહત રહી હતી. જ્‍યારે જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૪.૩ ડિગ્રી રહ્યું હતું પરંતુ આજે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા રહેતા ઠંડક યથાવત રહી હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૧ કિમીની નોંધાઇ હતી.(૨૧.૨૫)

કયાં કેટલી ઠંડી

શહેર          લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત       ૯.૩ ડીગ્રી

અમદાવાદ   ૧૭.ર ડીગ્રી

અમરેલી              ૧૮.ર ડીગ્રી

બરોડા                ૧૭.૬ ડીગ્રી

ભાવનગર            ૧૭.૪ ડીગ્રી

ભુજ           ૧પ.૩ ડીગ્રી

દાદરા અને   ર૦.પ ડીગ્રી

નગર હવેલી

દમણ         ૧૮.૪ ડીગ્રી

ડીસા          ૧પ.૧ ડીગ્રી

દીવ          ૧૮.૮ ડીગ્રી

દ્વારકા         ૧૯.ર ડીગ્રી

ગાંધીનગર   ૧પ.ર ડીગ્રી

જુનાગઢ              ૧૮.ર ડીગ્રી

નલીયા               ૧૦.૪ ડીગ્રી

ઓખા         ર૧.૪ ડીગ્રી

પાટણ                ૧પ.૧ ડીગ્રી

પોરબંદર             ૧૭.૪ ડીગ્રી

રાજકોટ               ૧૭.૩ ડીગ્રી

સાસણ ગીર  ર૧.૦ ડીગ્રી

સિલ્‍વાસા             ર૦.પ ડીગ્રી

સુરત         ર૦.પ ડીગ્રી

વેરાવળ              ર૧.૦ ડીગ્રી

(2:40 pm IST)