Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગુજરાતનું મીની ઇન્‍ડિયા ગણાતા મોરબીમાં પરપ્રાંતિય મજુરો દિવસ-રાત પોતાના કામમાં વ્‍યસ્‍તઃ ચૂંટણી કે રાજકારણ સાથે કંઇ લેવાદેવા નથી

70 ટકાથી વધુ મજુરો ગુજરાત બહારનાઃ અંદાજે 5 લાખથી વધુ મજુરો અન્‍ય રાજ્‍યમાંથી આવેલા

મોરબીઃ ગુજરાતનું મોરબી સિરામીક અને ઘડિયાળના ઉદ્યોગનું હબ છે. અહીં અંદાજે 5 લાખથી વધુ મજુરો ગુજરાત બહારના છે. ચૂંટણી કે રાજકારણ સાથે આ લોકોને કંઇ લેવાદેવા નથી, તેઓ પોતાના કામમાં વ્‍યસ્‍ત હોય છે.

ચૂંટણીના બરાબર એક મહિનાથી ગુજરાતનું મોરબી ચર્ચામાં છે. મોરબી છેલ્લા કેટલાક દિવસોથી પુલ દુર્ઘટનાને કારણે ચર્ચામાં છે. ભારતમાં જેઓ મોરબી નામથી પરિચિત ન હતા, તેઓ પણ આ દુર્ઘટના બાદથી તેને જાણતા થયા. પરંતુ આ સિવાય મોરબીની એક અલગ ઓળખ છે. તે છે તેના ઉદ્યોગો. અહીં રોજગાર છે, નોકરીઓ છે. યુપી-બિહારથી લાખોની સંખ્યામાં લોકો મોરબી આવીને નોકરી કરે છે. અહીંના સિરામિક અને ઘડિયા ઉદ્યોગો સાથે જોડાયેલા વેપારમાં રોજગારી મેળવે છે. આજે અમે તમને આ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો વિશે જણાવીશું. આખરે કેમ અન્ય રાજ્યોના લોકો રોજગારી માટે મોરબીને પસંદ કરે છે. 

ગુજરાતનું મોરબી મિની ઈન્ડિયા કહેવાય છે. કારણ કે, દેશભરથી મજૂરો રોજીરોટીની શોધમાં મોરબી સુધી આવી પહોંચે છે. અહી કલાકો સુધી કામ કરીને પોતાના પરિવાર માટે રૂપિયા કમાવે છે. પરંતુ મોરબીની હાલત એવી છે કે, અહી ચારેતરફ ધૂળનું સામ્રાજ્ય છે. કારણ કે, અહી ટાઈલ્સ, સિરામિક સાથે જોડાયેલા મટીરિયલમાં કામ કરવુ પડે છે. આ ચેલેન્જિસ છતાં અહી મજૂરો કામ કરે છે. 

સિરામિક સંઘ સાથે જોડાયેલા ચેતન પટેલ જણાવે છે કે, સિરામિક સાથે જોડાયેલા ઉદ્યોગની વાત કરીએ તો અમારી સાથે 5 લાખથી વધુ મજૂરો જોડાયેલા છે. યુપી-બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશથી મોટાભાગના મજૂરો આવે છે. અહી તમને 70 ટકાથી વધુ મજૂરો ગુજરાત બહારના મળશે. ફિક્સ પગારવેતનવાળા 8 કલાક કામ કરે છે. તો જેમનો પગાર ફિક્સ નથી તેઓ પીસના હિસાબે કામ કરે છે. 

લાખો લોકોનું રોજગારીનું કેન્દ્ર મોરબી સિરામિક ઉદ્યોગ છે. જે લોકોના ઘરની શાન વધારે છે. તમારી ઓફિસની ચમકાવે છે. આ મજૂર બહુ જ ખરાબ હાલતમાં રહે છે. તમે જોશો તો, તેમના ચહેરા પર કોઈ ચમક નથી. તેઓ કામ કરતા સમયે આખેઆખા ધૂળમાં રંગાયેલા હોય છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગની આ જ ઓળખ છે. મજૂરો દેશના ખૂણેખૂણેથી મોરબી આવે છે. 

મજૂર બાલુ ગુંદલ કહે છે કે, હું 18 વર્ષોથી મોરબીમાં કામ કરુ છું. હું મારા ભાઈના માધ્યમથી મોરબી આવ્યો હતો. હવે હુ માસ્ટર સુપરવાઈઝર બની ગયો છું. મને 340 રૂપિયા પ્રતિ પીસનું ભાડુ મળે છે. તો અન્ય એક મજૂર ઝુન્ના કુમાર કહે છે કે, હું બિહારના બક્સરથી આવ્યો છું. મને મોરબી આવીને 10 વર્ષ થઈ ગયા છે. હજી તો જિંદગી સારી રીતે ચાલી રહી છે. અમે 6-7 લોકો છીએ. બધાને મળીને મહિને 1 લાખ જેટલા કમાઈ લઈએ છીએ. 20-25 હજાર રૂપિયા એક માણસને મળે છે. 

તો અન્ય એક મજૂર રવિન્દ્ર કુમાર કહે છે કે, અમારુ કામ જ ધૂળમાં કામ કરવાનું છે. અમે લોકો ગરીબ માણસો છીએ શું કરીએ. અમે સવારે 6 વાગ્યાથી કામ શરૂ કરીએ છીએ, સાંજે 6-7 વાગ્યા સુધી કામ કરીએ છીએ. હુ યુપીના આજમગઢથી આવ્યો છું. અમને કોઈ વસ્તુની તકલીફ નથી. અમે અમારું કામ કરીએ છીએ, અને અમને તેનુ વળતર મળે છે. 

દેશભરના ખૂણે ખૂણે રહેતા એ લોકો જેઓ વધુ ભણી શક્યા નથી, અને રોજગાર મેળવવો છે તેમના માટે મોરબી બહુ જ મહત્વનું છે. કોઈ મોરબીમાં મજૂર બન્યું, તો કોઈ હેલ્પર, તો કોઈ સુપરવાઈઝર બની ગયું છે. મોરબીએ બહારના રાજ્યોના બેરોજગારોને રોજગારી આપી. તેમના સપના પૂરા કર્યાં. 

ચેતન પટેલ કહે છે કે, અહી લોગો અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. ઓરિસ્સા, યુપી અને બિહાર આ ત્રણ રાજ્યોમાંથી સૌથી વધુ લોકો આવે છે. ચારેતરફ કારખાનામાં અલગ અલગ કામકાજ ચાલે છે. કામદારો પોતાના કામમાં વ્યસ્ત હોય છે. મોટાભાગના લોકો રોજના મજૂરો છે. આ તમામની સંખ્યા વધુ છે. આ સંખ્યાનો અંદાજ એવી રીતે લગાવી શકાય છે કે, અહી ટ્રેનમાં જગ્યા નથી મળતી. સીટ બચતી નથી. બહારના રાજ્યમાંથી આવતી ટ્રેન ખીચોખીચ ભરેલી હોય છે. મોરબી રોજગારીનું મોટુ હબ બની ગયું છે. 

મોરબીમાં મજૂરો દિવસરાત પોતાના કામમાં વ્યસ્ત હોય છે. અંધારુ છે કે અજવાળુ મજૂરો એ જોયા વગર સતત કામ કરતા રહે છે. આ કારણે જ મોરબી સિરામિકનું મોટુ હબ બન્યું છે. આ કારણે જ ભારત યુરોપ અને અખાતી દેશોમાં એક્સપોર્ટ કરે છે. અહી અમે જેટલા મજૂરો સાથે વાત કરી તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન થી. તેમને માત્ર બે ટંકની રોટલી સાથે લેવાદેવા છે. અહી ગમે તે ઉમેદવાર વોટ કરે, તેઓ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. કારણ કે, મોરબીની માટીને કારણે તેમનુ ઘર ચાલે છે. મોરબીના મજૂરોનો સંઘર્ષ વધુ છે, પરંતુ તેઓ આ સંઘર્ષને પણ સ્વીકારવા તૈયાર છે. 

હવે વાત કરીએ, મોરબીના રાજકારણની. મોરબી પુલ દુર્ઘટનાને કારણે ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ હતી. જેથી ભાજપે મોરબી પુલ દુર્ઘટના બાદ લોકોના મસીહા બનેલા કાંતિ અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા. જેથી કદાચ તેમની છબીને કારણે થોડાઘણા મત મળે. મોરબી દુર્ઘટનામાં મદદ કરવાથી કાંતિ અમૃતિયાના સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કૉંગ્રેસે અહીંથી જયંતિલાલ પટેલને અને આમ આદમી પાર્ટીએ અહીંથી પંકજ રાણસરીયાને ટિકિટ આપી છે.

(5:31 pm IST)