Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોરબીમાં સરકારી કચેરીઓમાં બૉમ્બ સ્કોડનું સઘન ચેકીંગ.

નગરપાલિકા સહિતની કચેરીમાં ત્રણ દિવસથી ચાંપતી સુરક્ષા વ્યવસ્થા : જિલ્લા પોલીસવડા કહે છે ચૂંટણીને લઈ રૂટિન કવાયત ફોટો cheking

 મોરબી : વિધાનસભા ચૂંટણી સમયે જ મોરબીની નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં ત્રણ દિવસથી ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સાથે બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જોકે આ બાબતે મોરબી જિલ્લા પોલીસવડાનો સંપર્ક કરતા ચૂંટણીને લઈ રૂટિન કવાયત હોવાનું તેમને જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લામાં પોલીસ તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે તેવા સમયે જ મોરબીની નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાતા આશ્ચર્ય સર્જાયું છે. જ્યારે હાલમાં ચૂંટણી સમયે જ બોમ્બ સ્કોડ સહિતની ટીમો દ્વારા સઘન ચેકીંગ બાબતેને પોલીસ તંત્ર રૂટિન કામગીરી ગણાવી રહ્યું છે.
દરમિયાન બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સઘન ચેકીંગ મામલે મોરબી જિલ્લા પોલસવડા રાહુલ ત્રિપાઠીનો સંપર્ક સાધવામાં આવતા ચૂંટણી સમયને લઈ રૂટિન મુજબની કામગીરી કરવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.

(12:29 am IST)