Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કચ્છમાં ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ: ૧૮૬૨ બુથ ઉપર ૧૬.૩૫ લાખ મતદારો માટે ૧૦,૫૦૦ કર્મચારીઓ ફરજ ઉપર

૬ બેઠકો ઉપર ૫૫ ઉમેદવારો મેદાનમાં, ધીમી પણ મક્કમ ગતિએ મતદાન શરૂ, સંવેદનશીલ મતદાન મથકો ઉપર બંદોબસ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :  ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી નું આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. કચ્છ જિલ્લામાં ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ ૬ બેઠકો ઉપર ૫૫ ઉમેદવારો નું ભાવિ આજે નક્કી થશે. આંકડાકીય વાત કરીએ તો કચ્છમાં કુલ ૧૬.૩૫ લાખ મતદારો માટે ૧૮૬૨ બુથ ઊભા કરાયા છે. જેમાં ૧૦,૫૦૦ કર્મચારીઓ મતદાન માટે ફરજ બજાવી રહ્યા છે. અંદાજિત ૫૩૦ જેટલા સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે ૯૦૦ મતદાન મથકો ઉપર વેબ કાસ્ટીંગ વડે કેમેરા દ્વારા નજર રખાઈ રહી છે.

(10:23 am IST)