Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મોરબી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઇ પટેલે મતદાન કર્યું

(પ્રવિણ વ્‍યાસ દ્વરા) મોરબી તા. ૧ : વિધાનસભા ચુંટણી માટે સવારથી મતદાન શરૂ થઇ ચુક્‍યું છે ત્‍યારે મોરબી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મોરબીમાં સવારથી મતદારોએ ઉત્‍સાહ સાથે મતદાનનો શુભારંભ કર્યો છે ત્‍યારે ઉમેદવારો પણ ખુશ જોવા મળ્‍યા છે સારૂં મતદાન થાય તેવી આશા બંધાઈ છે દરમીયાન મોરબી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલે મતદાન કર્યું હતું બોયઝ હાઈસ્‍કૂલ ખાતે જયંતીભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાની જીત સાથે પરિવર્તન નો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

(10:55 am IST)