Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રારંભે ઉત્‍સાહપુર્વક મતદાન

પ૪ બેઠકો માટે મતદાન કરવા મતદારોની લાઇનો : ચુસ્‍ત પોલીસ જાપ્‍તો

રાજકોટ, તા., ૧:  રાજકોટ સહીત  સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારના ૮ વાગ્‍યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે અને મતદારો ઉત્‍સાહપુર્વક મતદાન કરી રહયા છે.

પ્રથમ બે કલાકમાં પ થી ૭ ટકા જેટલુ મતદાન થયું હતું અને મતદાન મથકો ખાતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લામાં કલાકમાં સરસ ૪.૯ ટકા મતદાન સૌથી વધુ કાલાવડમાં પ.૯૩ અને સૌથી ઓછુ જામજોધપુરમાં ૩.૩૦ ટકા મતદાન થયું છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ ગોંડલ શહેરમાં સવારના આઠથી નવ વાગ્‍યામાં પ.૯૪ ટકા મતદાન થયું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ વિધાનસભા સામાન્‍ય ચુંટણી અંતર્ગત ભાવનગર જીલ્લામાં સવારે ૯ વાગ્‍યે સરેરાશ ૪.૭૮ ટકા મતદાનની ટકાવારી નોંધાય છે. ભાવનગર જીલ્લામાં ૯૯-મહુવા ૪.૮૦ ટકા, ૧૦૦-તળાજા પ.૭૧ ટકા, ૧૦૧-ગારીયાધાર ૪.૮પ ટકા, ૧૦૨-પાલીતાણા પ.૩૭ ટકા, ૧૦૩-ભાવનગર ગ્રામ્‍ય ૩.૮૪ ટકા, ૧૦૪-ભાવનગર પુર્વ ૪.૪૪ ટકા, ૧૦૫-ભાવનગર પમિ  ૪.પ૭ ટકા  મતદાન નોંધાયું છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે સવારે મતદાન શરૂ કરવામાં આવ્‍યું છે અને ઠંડીની મોસમમાં પણ સવારથી મતદારોએ લાઇનો લગાવી ઉત્‍સાહપુર્ણ  મતદાન કરી રહયા છે.  ત્‍યારે પ્રથમ કલાકમાં જ પ.૧૭ ટકા મતદાન નોંધાઇ ચુકયું છે.

મોરબી જીલ્લામાં આવતી ત્રણ બેઠક પર સરેરાશ પ.૧૭ ટકા મતદાન નોંધાયું છે.  જેમાં મોરબી બેઠક પર કુલ ૧૬,૪૭૧ મતદારોએ મતદાન કર્યુ છે. ટંકારા બેઠક પર કુલ ૧૧,૭૯૩ અને વાંકાનેર બેઠક પર કુલ ૧૪,૦૧૦ મતદારોએ મતદાન કર્યુ છે. ટકાવારીની દ્રષ્‍ટિએ જોઇએ તો મોરબી બેઠક પર પ.૭૪ ટકા, ટંકારા બેઠક પર ૪.૭૩ ટકા અને વાંકાનેર બેઠક પર ૪.૯૮ ટકા અને જીલ્લાની ત્રણ બેઠક પર સરેરાશ પ.૧૭ ટકા મતદાન નોંધાયું છે.

(11:48 am IST)