Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મોરબીમાં સરકારી કચેરીમાં બોમ્‍બ સ્‍કોડનું સઘન ચેકીંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧: વિધાનસભા ચૂંટણી સમયે જ મોરબીની નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં ત્રણ દિવસથી ચાંપતી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવાની સાથે બોમ્‍બ ડિસ્‍પોઝેબલ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જોકે આ બાબતે મોરબી જિલ્લા પોલીસવડાનો સંપર્ક કરતા ચૂંટણીને લઈ રૂટિન કવાયત હોવાનું તેમને જણાવ્‍યું હતું.

વિગતો મુજબ વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લામાં પોલીસ તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે તેવા સમયે જ મોરબીની નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં ચાંપતી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવાતા આર્ય સર્જાયું છે. જયારે હાલમાં ચૂંટણી સમયે જ બોમ્‍બ સ્‍કોડ સહિતની ટીમો દ્વારા સઘન ચેકીંગ બાબતેને પોલીસ તંત્ર રૂટિન કામગીરી ગણાવી રહ્યું છે.

દરમિયાન બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડ દ્વારા પણ સઘન ચેકીંગ મામલે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીનો સંપર્ક સાધવામાં આવતા ચૂંટણી સમયને લઈ રૂટિન મુજબની કામગીરી કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

 

(11:53 am IST)