Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સૌરાષ્‍ટ્રના વ્‍હોરા બિરાદરોનો સમુહ સાઉદી અરેબિયાની યાત્રા પર

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ૧ :.. ઇસ્‍લામ ધર્મનું સૌથી વધુ પવિત્ર શહેર સાઉદી અરેબિયાનું મકકા શહેર છે દરેક મુસ્‍લિમોને જીવનમાં એકવાર આ સ્‍થળ પર જવાની મનોમન ઇચ્‍છા હોય છે.

રાજકોટ-જામનગર-જસદણ જેવા અનેક શહેરોમાંથી વ્‍હોરા બિરાદરો બહોળી સંખ્‍યામાં પવિત્ર મકકા અને મદીના શહેરની સફરે જઇ પોતાની વ્‍યકિતગત મનોકામના પુર્ણ કર્યાનો સંતોષ માન્‍યો હતો.

રાજકોટનાં સદર વિસ્‍તારમાં રહેતા નફીસાબેન ફખરૂદીનભાઇ હથીયારીએ જણાવ્‍યું હતું કે અગાઉ મે ઇરાકના કરબલા  નજફે અશરફ શહેરની ધર્મયાત્રા કરી હતી પણ મકકા મદીનાની યાત્રા કરવાની ઇચ્‍છા હતી તે અલ્લાહના રહેમોકરમથી આજે હું સંગાથીઓ સાથે જઇ રહી છું.

મકકામાં સાઉદી સરકારે યાત્રીઓને કોઇ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે આધુનિકીકરણનું જબરજસ્‍ત આયોજન કરેલ છે જેમાં સરકાર દ્વારા દુનિયાભરમાંથી આવતા યાત્રાળુઓ માટે પાણીથી લઇ આરોગ્‍ય સુધીની કાળજી રાખવામાં આવે છે.

(11:55 am IST)