Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જસદણ ચિતલિયાના ઇકો ફ્રેન્‍ડલી મતદાન

મથકમાં મતદારોને વૃક્ષના રોપા આપ્‍યા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૧ : જસદણ તાલુકાનાં ચિતલીયા ગામે નવી પ્રાથમિક શાળામાં અર્જુન બ્‍લોકમાં ઇકો ફ્રેન્‍ડલી મથદાન મથક ઉભુ કરવામાં આવ્‍યું છે. આ મતદાન મથકમાં પર્યાવરણની જાળવણી અંગેના સંદેશાઓ મૂકવામાં આવ્‍યા છે. આ મતદાન મથકમાં ૪૫૬ પુરૂષ મતદારો, ૩૯૨સ્ત્રી મતદારો મળીને કુલ ૮૪૮ મતદારો નોંધાયેલા છે. આ મતદાન મથક ખાતે પ્રથમ એકસો મતદાતાઓને ચૂંટણી તંત્ર દ્વારા કરંજ, પીપળો, તુલસી, પારિજાત, લીમડો વગેરે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(11:58 am IST)