Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ધોરાજી કોલેજના બુથમાં બોગસ પ્રિસાઇડીંગ ઓફિસર ઝડપાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧ : ૭૫ ધોરાજીમાં સેટિંગ ઓફિસરને બોગસ  મતદાન કરાવાના અપક્ષ ઉમેદવારે ઝડપી લીધો હતો. અપક્ષ ઉમેદવાર પરમાર શાહિદ હેડલી એ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા જણાવેલ કે ધોરાજી કે.ઓ.શાહ કોલેજના મતદાન મથક ઉપર

બોગસ પ્રીસાઈડીંગ ઓફીસર પકડાયેલ છે. તે ઓફીસરમાં તેમના પત્‍ની ની બદલે તેઓ ત્‍યાં બેસીને બોગસ મતદાન કરાવતા હતા. જેમની જાણ થતા મતદારોએ પકડી પડેલ છે. અને તેમનું વિડીયો રેકોડીંગ સુપ્રત કરેલ છે. તો આ બોગસ મતદાન કરાવતા પ્રીસાઈડીંગ ઓફીસર પર તાત્‍કાલિક ધોરણે ચુંટણી પંચના નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તેમજ મતદાન પૂર્ણ થાય ત્‍યાં સુધી જેલ માંગ કરેલ. કરેલ હતી જે અંગે તાત્‍કાલિક કાર્યવાહી કરવાની માગણી કરવાની સાથે વીડિયો પણ ધોરાજીમાં વાયરલ કરવામાં આવ્‍યો હતો.

(3:27 pm IST)