Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ધોરાજી : ફલ્લા ગામે સુમીટોમો કેમીકલ ઇન્‍ડિયા લી. દ્વારા ખેડુત શિબિર

ધોરાજી : ફલ્લામાં સુમીટોમો કેમીકલ ઇન્‍ડિયા લી. દ્વારા ખેડુત મીટીંગ યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્‍યામાં ખેડુતો હાજર રહેલ અને સુમીટોમો કેમીકલ ઇન્‍ડિયા લી. જે કંપની જંતુનાશક દવાઓ બનાવતી કંપની છે અને ભારત દેશના ખેડુતોનો પાક ઉત્‍પાદનમાં વધારો થાય તેમજ દેશ કૃષિ ક્ષેત્રે  આગળ આવે તેવા કંપનીના પ્રયાસો છે. આ ખેડુતો શિબિરમાં નેશનલ સેલ્‍સ મેનેજર તરસેમ બન્‍સલ અને જયેન્‍દ્ર પંચાલ તેમજ લાલજીભાઇ કાવડીયાએ પોતાના માર્ગ દર્શનમાં ખેડુતોને જણાવેલ કે ખેતીમાં ખેડુતો પોતાની ઉપજ વધારવા માટે સુમીટોમો કેમીકલ ઇન્‍ડિયા લી. જાપાનીઝ કંપની ભારતના ખેડુતોને ‘નીજુ'નો ઉપયોગ કરવાથી ખેતીના પાકો જેવા કે કપાસ, મગફળી, જીરૂ, ધાણા, ડુંગળી અને લસણ સહીતના પાકોમાં ઉત્‍પાદનમાં વધારો થશે. તેમજ અકેમી, કેમસ્‍ટર ઇઝી, કેમક્રોન પ્‍લસ, ઇનોવા, સ્‍ટારલેટ, નીસી જેવી પ્રોડકટસનો ઉપયોગ કરવાથી ખેતીના પાકોને ફુગ અને જંતુઓથી બચાવે છે. આ તકે ફલ્લા ગામના પ્રગતિશીલ ખેડુત એવા નિલેશભાઇ નારણભાઇ ખીમાણીયાનું લાલજીભાઇ કાછડીયાએ  સન્‍માન કર્યુ હતું.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(1:47 pm IST)