Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઝુલતા પુલના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા ૧૧ કુંડી ગાયત્રી હવન

મોરબીઃ ઝુલતા પુલના મૃતકોની પ્રથમ માસિક પુણ્‍યતિથિએ નિમિતે ૩૦ નવેમ્‍બરના રોજ જાગૃત મહિલા ગ્રુપ અને સામાજિક કાર્યકર સતીશભાઇ દ્વારા મોરબીના એવન્‍યુ પાર્ક શેરી નં.૩ ના સાર્વજનિક પ્‍લોટ ખાતે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે ૯ થી ૧૦ વાગ્‍યા સુધી ગાયત્રી પરીવાર મોરબી તથા વાંકાનેરના સહયોગથી આ ગાયત્રી હવન યોજાયો હતો. જેમાં યજમાનોએ હવનમાં આહુતિ આપીને મૃતકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

(1:51 pm IST)