Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જેતપુરમાં લોકોએ મતદાનને ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વ માની મતદાન કરવા વ્હેલી સવારથી ઉમટી પડ્યા

 જેતપૂર,તા.૧ : આજે સવારથી જ લોકોએ મતદાન કરવા મતદાન બુથ ઉપર લાંબી કતારો લગાવી દીધી હતી. તંત્રએ દરેક બુથ ઉપર ચુસ્ત બંદોબસ્ત રાખી કોઈ મતદારો હેરાન ન થાય તે માટેની પૂર્તિ વ્યવસ્થા કરેલ હતી.

બાવાવાળા પરા વિસ્તારમાં રહેતા નંદાણીયા ગોબરભાઈ ઠાકરશી ભાઈ ઉમર ૯૫ વર્ષના વયો વૃદ્ધ દાદાએ તેના પુત્રને સાથે રાખી વિલ-ચેરમાં આવી પોતાનામતાઅધિકારનો ઉપયોગ કરેલ. તો ટાકુડિપરા વિસ્તારમાં રહેતા વિઠલભાઈ પાંભરના પુત્ર સાવન તથા પુત્રી શ્રેયાનો આજે માંડવો હોય બન્ને બહેન ભાઈ ને સાથે લઈ વિઠ્ઠલભાઇ પરિવાર સાથે મતદાન કરવા ભૂતિયા સ્કૂલ ખાતે પહોંચી મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો.

(1:53 pm IST)