Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખંભાળિયા વિધાનસભા અજાડ ટાપુ મતદાન મથકે મતદાન

 (માહિતી બ્‍યુરો)  દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભા સામાન્‍ય ચૂંટણીમાં  ખંભાળિયા વિધાનસભા મત વિસ્‍તારના અજાડ ટાપુ મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. આ મતદાન મથક ખાતે મતદાન સ્‍ટાફને મોટા આસોટાથી ૧૩ કી.મી. જેટલા રસ્‍તા મારફતે ગડુ વિસ્‍તાર પહોંચી ત્‍યાંથી બોટ મારફત અંદાજિત ૪.૩ નોટીકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી મતદાન સ્‍ટાફને મતદાન ખાતે પહોંચાડવામાં આવ્‍યો હતો.

(1:58 pm IST)