Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

માંડવેથી મતદાન મથકેઃ જેતપુરમાં ભાઈ-બહેને આપ્યો મત

જેતપુરમાં બૂથ નંબર ૧૯૨ ભૂતિયા સ્કુલ ખાતે ટાકુડીપરામાં રહેતાં શ્રેયાબેન વિઠ્ઠલભાઈ પાંભર અને તેમના ભાઈ સાવન વિઠ્ઠલભાઈ પાંભરએ આજે ભૂતિયા સ્કૂલ ખાતે બૂથ નંબર ૧૯૨માં મતદાન કર્યું હતું. આ બંને બહેન ભાઈના આજે મંડપરોપણ છે અને બપોર પછી આ બંને બહેન ભાઈના લગ્ન થનાર છે. છતાં બંને ભાઈ-બહેન માંડવેથી સીધા મતદાન મથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા. મંડપવિધિ પ્રસંગ પૂરો કરી બંને બહેન ભાઈએ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.(

(2:03 pm IST)