Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમરેલી જિલ્લામાં વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૯.૧૫ ટકા મતદાન

૯૫-અમરેલી વિધાનસભા સીટ પર ૧૯.૩૬ ટકા મતદાન નોંધાય

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧ :  ૨૦૨૨ (ગુરુવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો છે. આજ સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ ૧૯.૧૫ ટકા મતદાન નોંધાયું છે. સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૯૪-ધારીમાં ૧૭.૮૧ ટકા, ૯૫-અમરેલીમાં ૧૯.૩૬ ટકા, ૯૬-લાઠીમાં ૧૮.૮૧ ટકા, ૯૭-સાવરકુંડલામાં ૧૮.૫૫ ટકા અને ૯૮-રાજુલામાં ૨૦.૮૬ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર અમરેલી જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી. આ ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

 

(2:06 pm IST)