Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

'સહપરિવાર મતદાન, પછી દુકાન'ના સ્લોગન સાથે જુનાગઢમાં મતદાન

જુનાગઢ, તા., ૧: માંગનાથ રોડ કલોથ  એન્ડ રેડીમેઇડ એસોસીએશન જુનાગઢ દ્વારા મતદાન જાગૃતી અભિયાન ચલાવેલ તેમાં ૯ર વર્ષના ચંદુલાલ ભાઇ ગીરધરલાલ કોઠારીએ મતદાન કરેલ છે.

'સહ પરીવાર મતદાન પછી દુકાન' સ્લોગન આપેલ તે ઝુંબેશને સમર્થન આપવા વર્ધમાન કટપીસવાળા સુનીલભાઇ કોઠારીએ  તેમના પિતાશ્રીને ૯ર વર્ષની ઉંમરે પણ મતદાન મથક સુધી લઇ જઇ મતદાન કરાવવા બદલ હિતેષ વી.સંઘવી ઉપપ્રમુખ કલોથ એન્ડ રેડીમેઇડ એસોસીએશન (માંગનાથ રોડ જુનાગઢ)એ અભિનંદન આપ્યા હતા.(

(2:09 pm IST)