Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ધોરાજી વિધાનસભામાં બોગસ બી.એલ.ઓ.ની કામગીરી કરનારને હાંકી કઢાયા : તુરંત નવી નિમણુંક

કલેકટરનો સપાટો

રાજકોટ :  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુને માધ્‍યમો થકી ધોરાજી વિધાનસભા મત વિસ્‍તારમાં ગેરકાયદેસર પ્રિસાઈડિંગ ઓફિસરની કામગીરી  કરતાં વ્‍યક્‍તિની માહિતી મળતાની સાથે જ ત્‍વરિત પગલાઓ લેવામાં આવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે માધ્‍યમોમાં ધોરાજી વિધાનસભા મત વિસ્‍તારમાં ધોરાજી મથક ૧૬૯ (ધોરાજી - ૪) માં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર  તાત્‍કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્‍યું હતું કે, બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર તેમની પત્‍નીની જગ્‍યાએ બી.એલ.ઓ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ત્‍વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુકત કરવામાં આવ્‍યા છે.

(3:30 pm IST)