Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગર ચોરીનો ગુન્‍હો શોધી ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ ૨૦ બેટરી સાથે પકડી લેવાયા

જામનગર, તા.૧: સીટી બી ડીવી,.પો.સ્‍ટે. ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૨૧૬૦૨/ર૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૮૦ મુજબનો ગુન્‍હો વણશોધાયેલ હતો આ કામે ગેરેજમાં રાખેલ અલગ-અલગ કંપનીની ૨૦ બેટરીઓ કીં.રૂ. ૩૦૬૦૦/-ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ગેરેજમાથી ચોરી કરી લઈ જતા ઉપરોક્‍ત ગુન્‍હા શોધી કાઢવા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

સર્વેલન્‍સ પો.સ.ઈ ડી.એસ.વાઢેર સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા પો.કોન્‍સ કલ્‍પેશભાઈ અધારાને બાતમી મળેલ કે વિક્‍ટોરીયા પુલ નીચે નદીના પટમા ત્રણ ઈસમો બેટરીઓની હેરાફેરી કરે છે તેવી હકીકત મળતા તુરત વિકટોરીયા પુલ નીચે નદીના પટમા રેઈડ કરતા ત્રણ ઈસમો ૨૦ બેટરીઓ તથા બે મો.સા સાથે પકડાઈ જતા (૧) ઈલ્‍ફાન ઉર્ફે ઈરફાન યુસુફભાઈ ઓસ્‍માણભાઈ શેખ ગરાણા ઉ.વ ૧૯ ધંધો ગેરેજનો રહે નવીવાસ ખાદીભંડાર આગળ (ર) ઈનાયત નજીરભાઈ અબ્‍બાસભાઈ તાયાણી સુમરા ઉ.વ ૨૩ ધંધો પ્રા.નોકરી રહે ગુલાબનગર બ્રાહમણ સમાજની વાડી પાશે પાછળો ગેઈટ (૩) અસગર હુસેનભાઈ ઓસમાણભાઈ સુધાગુનીયા સુમરા ઉ.વ ર૬ ધંધો સેંન્‍ટીંગકામ રહે ગુલાબનગર નવાનાલા કાદરીચોકની બાજુમા જામનગર વાળાઓ પાસેથી ૨૦ બેટરી કીં.૨ ૩૦,૬૦૦/- તથા એક એકસેસ મો.સા કી.રૂ.૩૦,૦૦૦/- તથા એક એક્‍ટીવા મો.સા કી.રૂ. ૩૦,૦૦૦/- સાથે પકડી લઈ ત્રણેય ઈસમોને પુછપરછ કરતા ઈલ્‍ફાન ઉર્ફે ઈરફાને બે દીવસ પહેલા તે કામ કરતો હોય તે જયસન ગેરેજમાથી ચોરી કરેલ હોવાનુ જણાવતો અને આ બેટરીઓને તેના બે મીત્રો ઈનાયત તથા અસગરે તેમના મો.સા.માં ગેરેજેથી લઈ નદીના પટમા સંતાડી દીધેલનુ જણાવેલ હોય આ અંગે ઉપરોક્‍ત નંબરથી ગુન્‍હો દાખલ થયેલ હોય જેથી સદર અલગ અલગ કંપની ૨૦ બેટરી કી.રૂ.૩૦,૬૦૦/- તથા તથા ગુન્‍હાના કામે ઉપયોગ કરે બે મો.સા કિ.રૂ. ૬૦,૦૦૦/- ગણી કુલ મુદામાલ ૯૦,૬૦૦/- સાથે પકડી ગુનો શોધી કાઢેલ છે. આ કામગીરી પો.ઈન્‍સ એચ. પી.ઝાલા તથા પો.સબ.ઇન્‍સ ડી.એસ.વાઢેર તથા પ્રધ્‍યુમનસિંહ જાડેજા તથા મુકેશસિંહ રાણા તથા ક્રિપાલસીંહ સોઢા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદીપસીંહ રાણા, બળભદ્રસીંહ જાડેજા, કલ્‍પેશભાઈ અધારા, વનરાજભાઇ ખવડ, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(2:14 pm IST)