Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગરના ફલ્લા ગામે પ્રથમ અઢી કલાકમાં ૩૦ ટકા જેવું ભારે મતદાન

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા. ૧ : આજે જામનગર તાલુકાના ફલ્લા ગામે ધારાસભાની ચૂંટણીમાં પ્રથમ અઢી કલાકમાં મતદારોએ જબ્‍બર ઉત્‍સાહ દેખાડયો હતો. પ્રથમ અઢી કલાકમાં (સાડા દસ સુધીમાં ૩૦% (ત્રીસ ટકા જેટલું) ભારે મતદાન થયું છે. આજ સવારથી જ મતદાન માટે લાઇનો લાગી હતી. આજે અહીં ભારે મતદાન થવાની શક્‍યતા છે. ફલ્લાની આજુબાજુના ગામોમાં શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યું છે.

(2:18 pm IST)