Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

હાલારના મતદાન મથકો પર લોકશાહીની મહાપર્વની ઉજવણી

જામનગરઃ વિધાનસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૨૨ દરમિયાન જામનગર જિલ્‍લામાં મતદાન મથકો પર લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મતદારોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે. મહિલાઓ, વરિષ્‍ઠ નાગરિકો સહિત જિલ્લાના તમામ વર્ગના લોકોમાં વહેલી સવારથી જ મતદાન કરવા પોતાના નજીકના મતદાન મથકે કતાર બદ્ધ જોવા મળી રહયા છે. જામનગર જિલ્લામાં સવારે ૮ વાગ્‍યે મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ તમામ વિધાનસભા મતવિસ્‍તારના મતદાન કેન્‍દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી.

(2:23 pm IST)