Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જુનાગઢના ૭૮ વર્ષના ડોકટર દંપતીએ સજોડે મતદાન કર્યુ

જુનાગઢઃ શહેરના મોતીબાગ પાસે કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડેલમતદાન મથક ઉભુ કરવામાં આવ્યું જયાં વહેલી સવારે ૭૮ વર્ષીય ડોકટર દંપતીએ મતદાન કરી કહ્યું કે લોકશાહી મજબુત બનાવવા માટે અચુક મતદાન કરવું જોઇએ. ડો. ચંદ્રાંત નાણાવટી નિવૃત ઓર્થોપેડિક ડોકટર છે અને તેમના ધર્મપત્ની ડો. બસંતીબેન નાણાવટી એમ.ડી. ફિઝિશિયન છેતેમણે લોકશાહીના મહાપર્વમાં મતદારોએ મતદાન કરી અવશ્ય સામેલ થવુ જોઇએ તેમ જણાવ્યું હતું.

(2:25 pm IST)