Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી એમ. એ.પંડ્‍યાએ હરીપર તાલુકા શાળા ખાતેથી મતદાન કર્યુ

ર્ર્ર્ંં(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એમ. એ.પંડ્‍યાએ પરિવાર સાથે હરીપર તાલુકા શાળા ખાતેથી ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે પોતાનો પવિત્ર મત આપી મતદાન કર્યું હતું.ᅠ

સવારથી જ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે ત્‍યારે મોટી સંખ્‍યામાં લોકો મતદાન કેન્‍દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે.ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે સખી બુથ, યુવા બુથ, મોડલ પોલિંગ બુથ તેમજ દિવ્‍યાંગ બુથ સહિતની વ્‍યવસ્‍થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

(3:33 pm IST)