Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં બપોર સુધીમાં સરેરાશ ૪પ થી પ૦ ટકા મતદાન

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પ૪ બેઠકો માટે ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ કરતા મતદારો : ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત : મતદાન માટે લાઇનો : સાંજના સમયે મતદાન વધવાની શકયતા : હવે સૌની નજર ૮ મીએ આવનાર પરિણામ ઉપર

રાજકોટ, તા. ૧ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છની પ૪ બેઠકો માટે આજે સવારના ૮ વાગ્‍યાથી મતદારો મતદાન કરી રહ્યા છે. બપોરે સુધીમાં સરેરાશ ૪પ થી પ૦ ટકા મતદાન થયું છે. અને સાંજના પ વાગ્‍યા સુધીમાં મતદાનની ટકાવારી વધવાની શકયતા છે.

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તા. ૮ ડિસેમ્‍બરે જાહેર થનાર પરિણામ ઉપર સૌની નજર છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૦૧ ડિસેમ્‍બર, વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. આજ બપોરના એક વાગ્‍યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્‍તાર પર કુલ ૩૦.૩૫ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં ૩૨.૪૭ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્‍ય)માં ૨૭.૨૧ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૨૯.૨૫ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૨૭.૦૭ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૩૬.૨૪ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્‍છનીય બનાવ બન્‍યા નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્‍સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં સવારથી ઉત્‍સાહપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે અને બપોરે ૧ વાગ્‍યા સુધીમાં સારું કહી સકાય તેટલું મતદાન નોંધાયું છે બપોરે ૧ સુધીમાં ૩૮.૬૧ ટકા મતદાન નોંધાઈ ચુકયું છે

મોરબી જીલ્લાની ત્રણ બેઠકોમાં બપોર સુધીમાં મતદાનના આંકડા જોઈએ તો મોરબી બેઠક પર ૩૬.૨૩ ટકા, ટંકારા બેઠક પર ૪૦.૮૧ ટકા અને વાંકાનેર બેઠક પર ૩૯.૧૦ ટકા મતદાન નોંધાયું છે અને મોરબી જીલ્લાની ત્રણ બેઠકનું સરેરાશ ૩૮.૬૧ ટકા મતદાન નોંધાયું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં આજે સવારના સાતથી બપોરના એક વાગ્‍યા સુધી સરેરાશ ૩૨.૯૩ ટકા મતદાન થયું છે.

ભાવનગર પૂર્વ - ૩૧.૩૫ ટકા, ભાવનગર પમિ - ૩૩.૭૦ ટકા, ભાવનગર ગ્રામ્‍ય - ૩૨.૦૮ ટકા, મહુવા - ૩૩.૦૪ ટકા, તળાજા - ૩૪.૭૧ ટકા, પાલિતાણા -૩૧.૬૭ ટકા, ગારિયાધાર - ૩૩.૯૫ ટકા મતદાન થયું છે. 

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :  સુરેન્‍દ્રનગર જિલ્લાની ૫ વિધાનસભા ની બેઠક પર ૩૪.૧૮ટકા મતદાન થયું છે.  દશાડા માં ૩૬.૨૯ ટકા, લીમડી માં ૩૩.૨૧ટકા, વઢવાણ માં ૩૦.૯૨ટકા, ચોટીલામાં ૩૩.૭૧ટકા, ધાગધ્રા માં ૩૬.૮૬ટકા મતદાન થયું.. થયું છે ત્‍યારે હાલમાં મતદાન ધીમી ગતિએ ચાલુ રહેલું છે ત્‍યારે હાલમાં જે મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્‍સાહ જોવો જોઈએ અને ઉત્‍સાહ અને ઉમંગ હોવો જોઈએ તેવો હાલમાં દરેક બુથો ઉપર વર્તાતો નથી અને મતદારો નીરસ હોવાનું જાણવા મળે છે ત્‍યારે હાલમાં બે વાગ્‍યા સુધીના મતદાનના આંકડાઓ ઘણા ઓછા બતાવે છે સૌથી વધુ મતદાન હાલમાં ધાંગધ્રા દશાડા અને ત્‍યારબાદ લીમડી જ્‍યારે વઢવાણમાં એકદમ ધીમું મતદાન હોવાનું પુરવાર થઈ રહ્યું છે.

ભૂજ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ : બપોરે ૧ વાગ્‍યા સુધી કચ્‍છમાં સરેરાશ થયેલ મતદાન- ૩૩.૪૪ટકા મતદાન થયું છે.

અબડાસા ૩૮.૬૪ટકા, માંડવી ૩૫.૦૨ટકા, અંજાર ૩૬.૧૧ટકા, ગાંધીધામ ૨૪.૭૦ટકા, ભુજ ૩૫.૧૬ ટકા, રાપર ૩૨.૬૪ ટકા મતદાન થયું છે.

જેતપુર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર : જામકંડોરણામાં ૧ વાગ્‍યા સુધીમાં ૩પ.૬૬ ટકા મતદાન થયું છે.

જુનાગઢ

(ીવનુ જોશી દ્વારા) જુનાગઢ : જીલ્લાના માણાવદરમાં ૩૪.૪૬ ટકા, જુનાગઢ ૩૦.૮૦, વિસાવદર ૩૧.૮૬, કેશોદ ૩૩.૪ર અને માંગરોળમાં ૩૪.૭૮ ટકા મતદાન થયું છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં બપોરના ૧ વાગ્‍યા સુધીમાં સરેરાશ ૩૪.રર ટકા મતદાન થયું છે.

પોરબંદર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદરમાં સરેરાશ ૩૧.૮૧ ટકા અને કુતિયાણામાં ર૮.૩૧ ટકા મતદાન થયું છે.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાનાં સોમનાથમાં ૩૭.૮પ ટકા તાલાલા ૩પ.ર૮, કોડીનાર ૩પ.૧૧, ઉનામાં ૩પ.૬૮ ટકા મતદાન થયું છે.

જીલ્લાનું નામ    ટકા

જામનગર       ૩૪.૩પ

કચ્‍છ            ૩૭.૩ર

સુરેન્‍દ્રનગર      ૩૬.રપ

મોરબી          ૪૧.રપ

રાજકોટ         ૩ર.૮૯

દેવભૂમિ દ્વારકા   ૩૬.રપ

પોરબંદર        ૩૩.૧ર

જુનાગઢ         ૩પ.૧પ

ગીર સોમનાથ   ૩૭.૩૦

અમરેલી         ૩૪.૮૬

ભાવનગર       ૩૭.રર

બોટાદ           ૩૪.૧ર

(3:41 pm IST)