Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વિંછીયામાં ૯૩ વર્ષીય બુઝુર્ગનું જુસ્‍સાભેર વોટિંગ સાથે અપીલ : અચૂક કરો મતદાન

રાજકોટઃ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ૯૩ વર્ષીય વિરજીભાઈ ૧૮ વર્ષના યુવાનની જેમ મતદાન માટે ઉમટયા હતા. મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્‍ય પ્રેરિત કર્યા હતા.  આ તકે વીરજીભાઈએ જણાવ્‍યું કે, બાપલિયા મતદાન તો કરવું જોઈએ ને.. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્‍યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. રક્‍તદાન, આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જોઈએ.

(4:20 pm IST)