Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં શતાયુ મતદારે મતદાન કરી સૌને મતદાન કરવા પ્રેરણા આપી : ૧૦૨ વર્ષના હવાબેન ભાયાએ કર્યું મતદાન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે. ત્યારે ૮૧ ખંભાળિયા વિધાનસભાનાં સલાયા ખાતે ૧૦૨ વર્ષના હવાબેન ઇબ્રાહિમ ભાયાએ મતદાન કર્યું હતું.  પોલીસ સ્ટાફ મિત્રો ની મદદ લઈ ને પોતાનો કિંમતી મતાધિકાર નો ઉપયોગ કરી યુવાઓને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી

(4:28 pm IST)