Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ટંકારા બાદ મોરબીમાં પણ ભાજપના ઉમેદવારને મત આપતા હોવાના ફોટા વાયરલ

બબ્બે જગ્યાએ મતદાન ગુપ્તતાનો ભંગ થતા ચૂંટણી તંત્ર ચોકયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧ : જિલ્લાની ત્રણેય બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણ ચાલી રહેલા મતદાન વચ્ચે મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હોવાનું સામે આવતી જબરી હલચલ મચી ગઇ છે. જેમાં પહેલા ટંકારામાં ભાજપના ઉમેદવારને મત આપતા હોય એવા ફોટા વાયરલ થયા બાદ આ ઘટના મોરબીમાં પણ બનતા ચૂંટણી તંત્ર ચોંકી ઉઠ્યું છે.

(5:02 pm IST)