Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કચ્છમાં અંદાજિત ૫૫ ટકા મતદાન: ગત ચુંટણી કરતાં ઓછું મતદાન

૨૦૧૭ માં ૬૪ ટકા જેટલું મતદાન થયું હતું, જેની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી ઓછી છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કચ્છની 6 બેઠકો પર આજે અંદાજિત સરેરાશ 54.52 ટકા મતદાન થયું છે. જોકે, સત્તાવાર આંકડા હવે જાહેર થશે. પણ, અંદાજિત આંકડા પ્રમાણે અબડાસા વિધાનસભામાં સૌથી વધારે 62 ટકા મતદાન થયુ છે. જ્યારે અંજાર વિધાનસભામાં 61.76 ટકા મતદાન, જિલ્લામથક ભુજમાં 59.20 ટકા મતદારોએ પણ મતદાન કર્યું હતું. પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામમાં 39.89 ટકા સાથે જિલ્લામાં મતદાન સૌથી ઓછું રહ્યું છે. માંડવી મુન્દ્રા બેઠક પર 47.88 ટકા તો રાપર બેઠક ઉપર 52.55 ટકા કચ્છમાં સરેરાશ 54.52ટકા મતદાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે. ગત ૨૦૧૭ ની વિધાનસભા ચુંટણીમાં ૬૪ ટકા જેટલું મતદાન થયું હતું. તેની અપેક્ષાએ આ વખતે મતદાન ની ટકાવારી ઓછી રહી છે.

(6:28 pm IST)